લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2475
સ્પેને ઈરાન સામેના યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી અમેરિકી સૈન્ય ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ઉપરાંત, સ્પેને તેના રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ કડક વલણને કારણે વોશિંગ્ટનને મોરોન એર બેઝ પર બી-૫૨અને બી-૧ બોમ્બર્સ તૈનાત કરવાનો પોતાનો પ્લાન રદ કરવાની ફરજ પડી છે. સ્પેન સરકાર સાથેની પરામર્શ બાદ અમેરિકાએ આ મોટો સૈન્ય ર્નિણય લેવો પડ્યો છે, જે મધ્ય પૂર્વના આ સંઘર્ષમાં અમેરિકા માટે એક મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહ્યો છે.ઇરાન ઈઝરાયલ સાથે હવે જેવા સાથે તેવા જેવું વર્તન કરી રહ્યું છે.
ઈઝરાયલ દ્વારા સતત આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા હતા ત્યારે ઈરાને પણ હવે એની જ ભાષામાં ઈઝરાયલને જવાબ આપ્યો છે. આ વખતે હાઇફામાં ઈઝરાયલની ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવી છે. જેના પગલે ભારે ધૂમાડાની સાથે આગ ભડકતી દેખાઈ રહી છે. ઈરાન વિરુદ્ધમાં દરરોજ કંઇક નવું થઇ રહ્યું છે. તેહરાન ઝૂકવા તૈયાર નથી ત્યારે અમેરિકા પણ યુદ્ધને ખતમ કરવા તૈયાર દેખાઇ રહ્યું નથી. આ સૌની વચ્ચે મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ૫૦૦૦૦ને વટાવી ગઈ છે.