જયપુર-

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરીના કડદા ગામમાં શનિવારે રાત્રે એક અનોખા લગ્ન યોજાઈ ગયા હતા. અહીં એક વરરાજાએ એક જ મંડપમાં બે નવવધૂ સાથે સાત ફેરા કર્યા. આ લગ્નની વિશેષ વાત એ હતી કે તેમાં ત્રણેયના પરિવારોએ ભાગ લીધો હતો. સામાન્ય લગ્નની જેમ જ આ લગ્નનું કાર્ડ છાપવામાં આવ્યું હતું અને તેના પર બંને નવવધૂઓના નામ પણ છાપવામાં આવ્યાં હતાં.

આનંદપુરીના કડદા ગામમાં વરરાજા દિનેશે બે નવવધૂ સીતા-ગીતા સાથે લગ્ન કર્યા. આ લગ્નને લઈને પરિવારમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. વરરાજાના સેહરા અને બંને દુલ્હનોને ઓઢાડેલી ચુંદડી પર લાઈટિંગ કરવામાં આવી હતી. આ અનોખા લગ્ન કડદા ગામના કમજી પટેલના પુત્ર દિનેશના લગ્ન યોજવામાં આવ્યા હતા. એક સાથે બે છોકરીઓ સાથેના લગ્નની ઘટના રાજયમાં લગભગ પહેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી ક્ષેત્રના આ ગ્રામીણ વિસ્તારમાં એકથી વધુ પત્ની રાખવાની પરંપરા છે. લોકો અહીં તેને ખોટું માનતા નથી, તેથી જ આ લગ્નમાં આખું ગામ હાજર રહ્યું.

બરજાડિયા નિવાસી સીતા અને આંબાની ગીતાથી લગ્ન કરનારા દિનેશે એક યુવતીને પહેલા નાતરું કર્યું હતું. હવે હવેલગ્ન કરીને સામાજિક માન્યતા આપી છે. જણાવી દીએ કે આ પ્રથા હેઠળ એક વ્યક્તિ લગ્ન કર્યા વિના એક મહિલા સાથે રહી શકે છે. જાે કે આ કાયદાની રૂએ સ્વિકૃતિ નથી. પરંતુ સમાજમાં કેટલાક દંડ આપ્યા પછી તેને સ્વિકારી લેવામાં આવે છે. ત્યાં બીજી યુવતીએ દિનેશે સગાઈ થયા બાદ લગ્ન કર્યા છે.

આણંદપુરીના કડદામાં રહેતો દિનેશ વ્યવસાયે એક કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર છે. તે ગુજરાતમાં પણ કામ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે શરૂઆતમાં વિરોધ થયો તો લગ્ન ના થઈ શક્યા. હાલમાં લોકડાઉન જેવી સ્થિતિમાં તેનું કામકાજ બંધ છે. એવામા તેણે વર્ષોથી અદ્યોષિત સંબંધોને મજબૂત બનાવવાના વર્ષો પછી, તેમણે સામાજિક સ્તરે માન્યતા આપવા કાયદાકીય લગ્ન કર્યા. તેથી, હવે ત્રણેય પરિવારો આ લગ્નને મંજૂરી આપવા માટે સંમત થયા છે. આ લગ્નને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, સાથે સાથે લગ્ન વિશે પણ દ્યણી ચર્ચાઓ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનનો આ કદાચ પહેલો કેસ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન માટે એક કાર્ડ છાપવામાં આવ્યું હતું. જેમાં યુવકના પરિવારજનોએ પોતાની સાથે યુવતીઓના પિતા અને ગામના નામ છાપ્યા હતા. કોરોના ગાઇડલાઈન અંતર્ગત ખૂબ ઓછા લોકો લગ્નમાં હાજરી આપી હતી. જાે કે લગ્ન પહેલા આખા ગામમાં મંથન ચાલતું હતું. આ પછી, ઉતાવળમાં લગ્ન માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. લોકડાઉન લાગુ થયાના એક દિવસ પહેલા લગ્નનું કાર્ય પૂર્ણ કરી લેવાયું હતું.