મનીલા-

કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ વેક્સિનને સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે અને દુનિયાભરમાં ઝડપથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવાથી બચી રહ્યા છે પરંતુ ફિલિપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ લોકોને ચેતાવણી આપીને કહ્યું છે કે વેક્સિન લગાવવાથી ઈનકાર કરનાર લોકોને જેલ ભેગા કરી દેવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર ફિલિપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ કહ્યું, "જાે તમે હજુ સુધી વેક્સિન નથી લીધી અને કોરોના વાયરસના વાહક છો તો લોકોની રક્ષા માટે મારે તમને જેલમાં બંધ કરવું પડશે." તેમણે કહ્યું કે ગામના નેતાઓને એ લોકોની યાદી રાખવી જાેઈએ જે વેક્સિનેશનને લઈને ઈનકાર કરી રહ્યા છે. રોડ્રિગો દુર્તેતેએ કહ્યું કે, "આ સમયે દેશ એક ગંભીર સંકટમાં છે. માટે મને ખોટી રીતે ન લેવામાં આવે. પહેલી લહેરે વાસ્તવમાં સંસાધનોને ખતમ કરી દીધા છે. તેમણે આગળ કહ્યું કે, વધુ એક લહેર દેશ માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. માટે જેટલી સાવધાની રાખવામાં આવે તેટલું જ સારૂ છે.

ફિલિપીંસે કોરોના વાયરસ મહામારીના સૌથી ખરાબ ફેસમાંથી પસાર થઈ ચુક્યુ છે. અને અત્યાર સુધી ૧૩ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે ૨૩ હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. વલ્ર્ડોમીટરના આંકડા અનુસાર, ફિલિપીંસમાં અત્યાર સુધી ૧૩ લાખ ૬૪ હજાર ૨૩૯ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી ૨૩ હજાર ૭૪૯ લોકોના મોત થઈ ચુક્યા છે અને ૧૨ લાખ ૮૪ હજાર ૬૪૩ લોકો સ્વસ્થ્ય થઈ ચુક્યા છે. દેશમાં કોવિડ-૧૯ના ૫૫ હજાર ૮૪૭ એક્ટિવ કેસ હાજર છે.