રાયપુર-

જાે તમારૃં કોઈ સ્વજન બીમાર હોય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોય અને હોસ્પિટલ સત્ત્‌|ાધીશો તેને મૃત જાહેર કરે તો સ્વાભાવિક પણ કોઈ પણ વ્યકિત તેમના પર વિશ્વાસ કરી અને અંતિમ સંસ્કાર માટે લઈ જશે. જાેકે, છત્ત્‌|ીસગઢમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. અહીંયા હોસ્પિટલે મૃત જાહેર કરેલી મહિલાનું મૃત્યુ થયું નહોતું જયારે તેને સ્મશાન લઈ જવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. હોસ્પિટલની લાલિયાવાડી સામે આવતા હાહાકાર મચી ગયો હતો.

બનાવની વિગતો એવી છે કે રાજધાની રાયપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ તેમના સગા મહિલાને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા હતા. જાેકે, વિધિની વક્રતા ત્યારે સામે આવી જયારે મૃત જાહેર કરવામાં આવેલી મહિલા સ્મશાનમાં જીવીત હોવાનું સામે આવ્યુંમૃત જાહેર કરવામાં આવેલી મહિલાને જયારે મુકિતધામ લઈ જવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. જાેકે, સ્વજનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સ્વજનો તેને રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને તાત્કાલિક અસરથી આ મહિલાને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી. જાેકે, મહિલાને સારવાર આપવામાં આવી તેની થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ નીપજી ગયું હતું પરંતુ સરકારી હોસ્પિટલની લાલિયાવાડીનો આ અદભૂત કિસ્સો સમગ્ર રાજયમાં ચર્ચાની ચગડોળે ચઢ્યો હતો.