અમદાવાદ-

ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અને કેનેડાના વાનકુંવરમાં હોસ્પિટલ એડમિન તરીકે કામ કરતી પૂજા શુક્લા અને ત્યાં જ સેટલ થયેલા એન્જિનિયર રોહન જાની સગાઈ કરવા માટે ઈન્ડિયા આવ્યાં હતાં. જાેકે, પોતાના વતનમાં ધામધૂમથી સગાઈ કરવાના તેમના પ્લાન પર ગુજરાતના દારુબંધીના કાયદાને કારણે પાણી ફરી વળ્યું હતું. એટલું જ નહીં, દારુનો કેસ થવાના કારણે એક તબક્કે તો તેમના માટે કેનેડા પરત ફરવું પણ મુશ્કેલ બની ગયું હતું.

કેનેડાના પીઆર ધરાવતા પૂજા અને રોહન બે મહિના પહેલા અમદાવાદ આવ્યા હતા. જાેકે, ૩૦ ઓક્ટોબરના રોજ તેઓ એક વોટર પાર્કમાં પોતાના ફ્રેન્ડ્‌સ સાથે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે ચાંગોદર પોલીસે તેમને ઝડપી લીધા હતા. રોહને પરમિટેડ શોપમાંથી બિયરના કેન લીધા હતા, પરંતુ તેમની સાથે પાર્ટી કરી રહેલા અન્ય લોકો પાસે પરમિટ ના હોવાના કારણે રોહન પર પણ કેસ કરાયો હતો.

તમામ લોકોને નવેમ્બરના પહેલા સપ્તાહમાં જામીન મળી ગયા હતા, પરંતુ કોર્ટે તેમને પોતાના પાસપોર્ટ જમા કરાવવા માટે કહ્યું હતું. જેના કારણે પૂજા અને રોહન મોટી પ્રોબ્લેમમાં આવી ગયા હતા. તેમણે ફરી કોર્ટમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે ભૂલથી અહીંનું લોકલ એડ્રેસ