દિલ્હી-

પાકિસ્તાનની એક ખાનગી ચેનલ ઉપર કોઈ રાજકીય મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તેમાં સત્તાધારી અને વિપક્ષના નેતાઓ હાજર હતા. ચર્ચા દરમિયાન ત્યાં આવેલા પંજાબના મુખ્યમંત્રીના વિશેષ સહાયક ડો.ફિરદૌસ આશીક અવાન વિપક્ષી પીપીપી એમએનએના સાંસદ કાદિર મંદોખેલ સાથે બાખડી પડ્યા હતા. બન્ને વચ્ચે ચર્ચા એટલી ગરમ બની ગઈ કે ડો.ફિરદૌસે કાદિરને ગાળો ભાંડતાં ભાંડતાં થપ્પડ લગાવી દીધક્ષ હતી. જોતજોતામાં આ વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.

બન્ને નેતાઓ વચ્ચે ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી હતી.અને તે સમયે કાદિરે ફિરદૌસની પાર્ટી અને નેતાઓ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવ્યા હતા. આ કારણે ફિરદૌસનો પિત્તો છટક્યો હતો. વીડિયો ક્લિપમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ડૉ. ફિરદૌસ વિપક્ષી નેતા મંદોખેલને ગાળ આપતા જોવા મળે છે અને થોડા સમય બાદ ગાલ પર થપ્પડ મારતા પણ જોવા મળે છે. વાત એટલી હદે વધી ગઈ હતી કે ત્યાં સ્ટુડિયોમાં ઉપસ્થિત લોકોએ બંનેને પકડીને અલગ કર્યા હતા.