લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2574
ઉનાળામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ રહી હોવાથી બપોરનાં સમયે આકરાં તાપનો સામનો કરવો પડશે જેથી મતદારોને તાપ અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોટાભાગનાં મતદાન મથકો ખાતે ખાસ મંડપની વ્યવસ્થા કરી છે. બપોરનાં સમયે આકરાં તાપને કારણે મતદારો ઘરની બહાર નીકળવાનું ટાળતાં હોય છે પરંતુ મતદારોને અગવડતા પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાન મથકો ખાતે પાણી તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.