લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2079
શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સંભવિત હીટવેવની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શહેરના અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે હીટ ઈલનેસ એટલે કે ગરમીથી થતી બીમારીઓ માટે ખાસ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાયેલા ર્નિણય મુજબ, ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દરેક હેલ્થ સેન્ટરમાં ખાસ બેડ રિઝર્વ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. ગરમીનો પ્રકોપ વધતા લૂ લાગવા કે ડિહાઈડ્રેશનની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધી શકે છે. જેને જાેતા છસ્ઝ્ર દ્વારા તમામ સેન્ટરો પર જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને પૂરતા પ્રમાણમાં ઓઆરએસના પેકેટનો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે. ખાસ કરીને હીટ સ્ટ્રોકના કિસ્સામાં દર્દીના શરીરનું તાપમાન તાત્કાલિક નીચું લાવવા માટે આઈસપેકની વિશેષ સુવિધા પણ કેન્દ્રો પર કાર્યરત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ટાફને પણ એલર્ટ રહેવા અને ગરમીના લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રાથમિકતા આપી ત્વરિત સારવાર પૂરી પાડવા આદેશ અપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સજ્જતાને કારણે ગરમીના કપરા દિવસો દરમિયાન શહેરીજનોને સ્થાનિક સ્તરે જ તબીબી સહાય મળી રહેશે અને મોટા હોસ્પિટલો પરનું ભારણ ઘટશે.