મુંબઈ-

કોવિડ સેન્ટરમાં મહિલાઓની સુરક્ષા બાબતે આખરે મહારાષ્ટ્ર સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે. ઔરંગાબાદમાં કોવિડ કૅર સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલી મહિલા સાથે થયેલા દુર્વ્યવહારની ઘટના વિધાનસભાના હાલના બજેટસત્રમાં પણ ચર્ચાઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ બાબતને ગંભીર ગણાવતાં કહ્યું હતું કે, 'ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે કોવિડ કૅર સેન્ટર્સમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ઘડી કાઢવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં એ તૈયાર કરી લેવાશે અને એ પછી અમલમાં જેને દરેક કોવિડ સેન્ટરે ફરજીયાતપણે ફોલો કરવાની રહેશે.કોવિડ સેન્ટરમાં મહિલાઓની સુરક્ષા બાબતે આખરે મહારાષ્ટ્ર સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે.  ઔરંગાબાદમાં કોવિડ કૅર સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલી મહિલા સાથે થયેલા દુર્વ્યવહારની ઘટના વિધાનસભાના હાલના બજેટસત્રમાં પણ ચર્ચાઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ બાબતને ગંભીર ગણાવતાં કહ્યું હતું કે, 'ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે કોવિડ કૅર સેન્ટર્સમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી) ઘડી કાઢવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં એ તૈયાર કરી લેવાશે અને એ પછી અમલમાં જેને દરેક કોવિડ સેન્ટરે ફરજીયાતપણે ફોલો કરવાની રહેશે. 

ઔરંગાબાદની એક મહિલા ત્યાંના સ્થાનિક કોવિડ કૅર સેન્ટરમાં સારવાર માટે દાખલ થઈ ત્યારે તેણે એવી ફરિયાદ કરી હતી કે, કોવિડ કૅર સેન્ટરમાં કાર્યરત ડૉક્ટર તેને ફોન કરીને હેરાન કરતો હતો એટલું જ નહીં, બુધવારે વહેલી સવારે એ ડૉક્ટરે તેનો વિનયભંગ પણ કર્યો હતો.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે 'પ્રાથમિક તપાસ મુજબ મહિલાએ કરેલી ફરિયાદમાં તથ્ય હોવાનું જણાયું હતું.  આરોપી ડૉક્ટરને બરતરફ કરવામાં આવ્યો છે તેમ જ આ કેસ સંદર્ભે તપાસ કરવાનો આદેશ અપાયો છે.