તારક મહેતામાં દયાબહેનને પરત લાવવા માટે ખાસ મિશન, જાણો વધુ

મુંબઈ-

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર પોતપોતાની રીતે શાનદાર છે. પણ જેઠાલાલ અને દયાભાભીના કેરેક્ટરની વાત જ કાંઈક અલગ છે. જાે કે લાંબા સમયથી ફેન્સ દયાબહેનને શોમાં જાેવા માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી સપ્ટેમ્બર ૨૦૧૭થી શોમાં દેખાઈ નથી. તે સમયે તે મેટરનિટી લીવ પર ગઈ હતી. જે બાદથી તેની શોમાં વાપસી થઈ શકી નથી. પણ હજુ સુધી દિશાએ શોને છોડ્યો નથી. ૩ વર્ષ વીત્યા છતાં હજુ પણ દયાભાભી તારક મહેતામાં પરત ફર્યા નથી.

ફેન્સ પણ દયાભાભીની રાહ જાેઈને બેઠાં છે. આ વચ્ચે જ દયાભાભીને લઈને એક મોટી ખબર સામે આવી છે. દયાબહેનને પરત લાવવા માટે તારક મહેતા દ્વારા ખાસ મિશન બનાવવામાં આવ્યું છે. શોમાં અંજલિ અને તારક વાત કરે છે અને આ દરમિયાન દયાબહેનની વાપસીનો ઉલ્લેખ પણ કરે છે. અંજલિ કહે છે ૨૦૨૧નો પહેલો દિવસ હંગામેદાર હતો. જેના પર તારક મહેતા કહે છે કે બહુ વધારે અને ઈશ્વરને પ્રાથના કે આવો હંગામો ફરીથી જાેવા ન મળે. ૨૦૨૧ શાંતિથી પસાર થઈ જાય બસ.

તો અંજલિ કહે છે કે ૨૦૨૧માં બસ પોપટભાઈના લગ્ન થઈ જાય અને સૌથી વધારે જરૂરી કોરોના વેક્સિન બધાને સફળતાપુર્વક લાગી જાય. જેના પર તારક મહેતા કહે છે કે આ બે નહીં પણ આ ઉપરાંત બીજા બે પણ છે. એક તો દયાભાભીને જલ્દીથી ગોકુલધામમાં વાપસી કરવામાં આવે. તો જેના પર અંજલિ કહે છે તો આ મિશન તો ૨૦૨૧માં જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે. ગડા પરિવાર અને સમગ્ર ગોકુલધામ દયાભાભીને બહુ મિસ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution