કુદરતી વાતાવરણ સ્વાસ્થ્યને કઈ રીતે અસર કરે છે તે માટે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનાં સ્ટ્રેસ લેવલ, ડિપ્રેશન સહિતની માનસિક સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં પુરવાર થયું કે 10થી 50 મિનિટ કુદરતી વાતાવરણમાં પસાર કરવાથી મૂડ સારો રહે છે અને એકાગ્રતા વધે છે. તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. રિસર્ચના લીડ ઓથર મેરેડિથના જણાવ્યા અનુસાર, કુદરતી આપણી આસપાસ જ હોય છે. કુદરત પ્રત્યે આપણે પોતાના વિચારો બદલવાની જરૂર છે.