તીખી અને ચટપટી વાનગીઓ ખાવાનો શોખ હોય તો મરચાંની બનાવેલી આ વાનગીઓ તમને ચોક્કસ ભાવશે. તો બનાવો ફટાફટ ચીઝ સ્ટફ્ડ ચિલી. જે ખાવામાં પણ ટેસ્ટી છે અને ઘરે પણ બધાને ભાવશે.
સામગ્રીઃ
વઢવાણી મરચાં - 4 નંગ,ચીઝનું છીણ - અડધો કપ,મરચું - દોઢ ચમચી,આમચૂર - 1 ચમચી,હળદર - અડધી ચમચી,મીઠું - સ્વાદ મુજબ,પાણી - 1 ચમચી,ચણાનો લોટ - પોણો કપ,ચોખાનો લોટ - પા કપ,હિંગ - ચપટી,ખાવાનો સોડા - ચપટી,તેલ - તળવા માટે.
બનાવવાની રીત :
મરચાંની વચમાં કાપ મૂકી તેમાંથી બી કાઢી નાખો. એક બાઉલમાં એક ચમચી મરચું, પા ચમચી હળદર, આમચૂર, મીઠું અને પાણી ભેળવી પેસ્ટ તૈયાર કરો. તેને મરચાંની અંદર લગાવી તેમાં ચીઝનું છીણ ભરો.બીજા બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ, હિંગ, સોડા, અડધી ચમચી તેલ, 1 ચમચી હળદર, મીઠું અને થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.કડાઇમાં તેલ ગરમ કરો. એક પ્લેટમાં થોડો મેંદો લઇ મરચાંને તેમાં રગદોળી મરચાંને ચણાના લોટના ખીરામાં ડિપ કરી તળી લો. પનીર સ્ટફ્ડ ચિલીને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
Loading ...