વડોદરા, તા. ૨૦

શિયાળીની શરુઆત થતા જ અનેક લોકો શરીરને સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવવા માટે વિવિધ રમતો રમીને , યોગાસન કરીને તેમજ વિવિધ પ્રકારની એકટીવીટી કરીને તાજગી મેળવતા હોય છે ત્યારે રવિવારે વહેલી સવારે અકોટા બ્રીજ સહિતના વિવિધ મેદાનોમાં રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા. કમાટીબાગ સહિતના વિવિધ બગીચાઓમાં મોટી સંખ્યામાં મોર્ન્િંાગ વોકર્સો જાેવા મળ્યા હતા.

લધુત્તમ તાપમાનનો પારો ૧૪ ડીગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચ્યા બાદ આજે એક ડીગ્રી સેન્ટીગ્રેડનો વધારો નોંધાતા ઠંડીના પ્રમાણમાં નહિવત ધટાડો નોંધાયો હતો. જેથી શહેરીજનોમાં રાહતનો અનુભવ થયો હતો.વહેલી સવારે લોકો તંદુરસ્તી જાળવવા માટે મોર્ન્િંાગ વોક કરવા તેમજ યોગ કરતા નજરે પડ્યા હતા. ઠંડીનો પારો વધારે હોવાથી રાત્રી દરમ્યાન રાજમાર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. અનેક લોકો વહેલી સવારે અને સાંજે ઠંડીથી બચવા માટે તાપણું કરતા પણ નજરે પડ્યા હતા. વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી નવ કિ.મી. ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ જાેવા મળ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં એકડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે ૧૫.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૫૯ ટકાની સાથે સાંજે ૩૧ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૧.૭ મીલબાર્સ નોંધાયું હતું.