ગાંધીનગર-

ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપી, થરા, ભાણવડ અને ઓખા નગરપાલિકાની પેટાચૂંટણીની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 3જી ઓકટોબરના રોજ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ગઈકાલે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપના ગુજરાત ભાજપ ચૂંટણી સમીતીની બેઠક મળી હતી. પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી સેન્સ દરમિયાન જે નામોની પેનલ બનાવવામાં આવી છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.