લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
2772
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરી-૨૦૨૬ના કાર્યક્રમ અંગે વસ્તી ગણતરી નિયામકને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.વસ્તી ગણતરી-૨૦૨૬ના પ્રથમ તબક્કો માટે ૨૦ એપ્રિલથી ૧૯ મે વચ્ચે કામગીરી યોજવાની હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે આ કાર્યક્રમ હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ અસહ્ય ગરમીનો માહોલ છે અને વસ્તી ગણતરી માટે મુખ્યત્વે પ્રાથમિક શિક્ષકોને જાેડવામાં આવે છે. શિક્ષકોના વેકેશન દરમ્યાન પરિવાર સાથે વતન કે પ્રવાસના આયોજનોમાં વિક્ષેપ ન આવે તે માટે પણ આ ર્નિણય લેવાયો છે.૧લી જૂન બાદ રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા હોવાથી વસ્તી ગણતરી-૨૦૨૬ની કામગીરી ૧લી જૂન પછી શરૂ કરવા માટે કાર્યક્રમ જાહેર કરવાની વિનંતી રજૂ કરવામાં આવી છે.શિક્ષકો અને સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે વેકેશન દરમિયાન શિક્ષકોની હાજરીમાં મુશ્કેલી આવી શકે છે. ઉપરાંત ગરમીના કારણે કામગીરીમાં અડચણ સર્જાઈ શકે છે. આ અંગે અધિકારીઓએ આગળના કાર્યક્રમ માટે સૂચના જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે.