રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું વધારવાની માગણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   1980

ગુજરાતમાં શિક્ષકો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહિ, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ર્નિણય લેવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં શિક્ષકો અને કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તે માટેની માંગણી ફરી એક વખત ઉઠવા પામી છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને શિક્ષકો અને કર્મચારીઓને કેન્દ્ર સરકારની તાજેતરમાં કરાયેલી જાહેરાત મુજબ ૨ ટકા મોંઘવારી ભથ્થા (ડીએ)ના વધારાનો લાભ આપવાની માંગણી કરવામાં આવી છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પત્રમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ૨ ટકા મોંઘવારી ભથ્થું વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોને પણ આ મોંઘવારી ભથ્થાના વધારાની અપેક્ષા છે. દિવસે દિવસે વધતી જતી મોંઘવારી, રોજિંદા જીવનના વધતા જતા ખર્ચા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વધતા જતા ભારને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવે તે ઘણું જરૂરી છે તેવો દાવો પણ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યો છે. મહાસંઘના આગેવાનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, રાજ્યના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જાેઈ રહ્યા છે. તો આ અંગે સરકાર દ્વારા સમયસર ર્નિણય લેવામાં આવે તો કર્મચારીઓમાં સંતોષ વધશે અને સરકાર પ્રત્યેની વિશ્વાસ વધુ મજબૂત થશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution