લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1782
સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરના શિક્ષકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. કોર્ટે શિક્ષણ સેવામાં કાર્યરત શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અને બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હોવાનું સ્પષ્ટ કરતાં રાજ્યભરમાં વિરોધનો માહોલ સર્જાયો છે. તેના વિરોધમાં શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા અને ધરણાં-પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, મહેસાણા, બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષોનો શિક્ષણનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી ટેટ જેવી પરીક્ષા આપવી પડે તે અન્યાયપૂર્ણ છે.
શિક્ષકોની મુખ્ય માંગ વર્ષ ૨૦૧૦ પહેલાં ભરતી થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ્ઈ્ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની છે. તેમનું કહેવું છે કે લાંબા સમયથી સફળતાપૂર્વક શિક્ષણ સેવા આપી રહેલા શિક્ષકો માટે નવી શરતો લાગુ કરવી યોગ્ય નથી.આ ઉપરાંત શિક્ષકોએ અન્ય અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે. તેમાં ૧ એપ્રિલ, ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, ધોરણ ૬થી ૮ના શિક્ષકોને અલગ અને વધુ ગ્રેડ પે આપવો તેમજ આચાર્યોને વધારાના શાળાના ચાર્જ સોંપવાનો ર્નિણય પરત ખેંચવાનો સમાવેશ થાય છે.
શિક્ષક આગેવાનોનું કહેવું છે કે સરકાર લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે કોઈ હકારાત્મક ર્નિણય લઈ રહી નથી. જાે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડશે તો દિલ્હી સુધી વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.શિક્ષકોએ સરકારને ચર્ચા માટે આગળ આવી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરી છે.