અમદાવાદ-

PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હતો.તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું.હાલમાં જ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે.

નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે.ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો હતો.નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને લીલોતરી બરકરાર રહે એ માટે નર્મદા જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો ન સ્થાપવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો.નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું, તેઓ અવાર નવાર અહીંયા આવતા જ રહેતા હતા. તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નકશામાં અંકિત થયો છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નિર્ણય લીધો છે.કેવડીયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી તરીકે વિકસીત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે.નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.ભવિષ્યમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર વિલર જ ચાલશે એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.