રાજપીપળા-

કોરોના કાળમાં છેલ્લા ૬ મહિનાથી બંધ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતા કેવડિયા પ્રવાસન સ્થળ ફરી પ્રવાસીઓની અવરજવરથી ધબકતું બન્યું છે. અને કોવિડ-૧૯ના નિયમોના પાલન સાથે ૯૦ ટકા પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે. ત્યારે ઘણા સમયથી પ્રવાસીઓ જે પ્રવાસન સ્થળ ખુલવાની રાહ જાેતા હતા એ પ્રવાસન ધામ જાેવા પહેલા દિવસે ૪૨૬ જેટલા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. જાેકે, સવારે ૧૦થી ૧૨ના પ્રથમ સ્લોટમાં ૧૭ લોકોએ સ્ટેચ્યુમાં પ્રવેશ મેળવ્યો હતો. કેવડિયા કોલોનીમાં ૧ ઓક્ટોબરથી બંધ જંગલ સફારી ટ્રાયલ બેઝ પર ફરી ચાલુ કરવામાં આવ્યા બાદમાં ૧૦ ઓક્ટોબરથી ટ્રાયલ બેઝ પર ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એક્તા મોલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાયા પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ધીરે ધીરે પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે.

૧૫મી ઓક્ટોબરથી રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્‌સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ખુલ્લા મુકાયા બાદ આજથી ૧૭ ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. આજે સવારથી પાંચ સ્લોટમાં પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે, પહેલા ૮થી ૧૦ના સ્લોટમાં ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવનાર હતો. જાેકે, ૨૭ જેટલા પ્રવાસીઓ પ્રથમ સ્લોટમાં જાેવા ગયા હતા.

આમ આખા દિવસમાં ૪૨૬ જેટલા પ્રવાસીઓએ ટિકિટ બુકિંગ કરાવી છે. ટિકિટ સ્કેનિંગથી લઈને વોકે લેટર અને તમામ જગ્યાએ ફિઝિકલ ડિસ્ટન્સ રહે એવા માર્ક કરી દેવામાં આવ્યા છે અને માઈક પર પણ એનાઉન્સ થતું રહેશે. હવે પ્રવાસીઓએ પોતાની જાતે ખાસ કાળજી રાખવાની છે. પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈપણ ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે નહીં. પ્રવેશ સમયે થર્મલ સ્ક્રિનીંગ અને સેનિટાઈઝેશન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ ૫ સ્લોટ સવારે ૮થી ૧૦, ૧૦થી ૧૨, ૧૨થી ૨, ૨થી ૪ અને ૪થી ૬ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સ્લોટમાં ૫૦૦ પ્રવાસીને પ્રવેશ. એન્ટ્રી ટિકિટ ૪૦૦( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી વ્યુઇંગ ગેલેરી - ૧૦૦ પ્રવાસી સમગ્ર દિવસમાં - ૨૦૦૦ એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને ૫૦૦ વ્યુઇંગ ગેલેરી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે તંત્ર હાલ સજ્જ છે.