શેરબજાર વિક્રમી તેજીના નવા શિખરો પર ઃસેન્સેક્સ ૮૫૯૩૦, નિફટી ૨૬૨૫૦ નવી ઊંચાઈએ બંધ રહ્યો

મુંબઈ: ઈઝરાયેલ દ્વારા હવે લેબનોન સાથે યુદ્વના મંડાણ અને આ યુદ્વ મિડલ ઈસ્ટ વોરમાં પરિણમવાના અમેરિકા, યુરોપ સહિત વિશ્વના ભય સામે ચાઈનાના મેગા સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે એશીયા, યુરોપના બજારોમાં તેજીની સાથે ભારતીય શેર બજારોમાં આજે નિફટી માસિક એફ એન્ડ ઓ એક્સપાયરીના દિવસે નિરંતર છઠ્ઠા દિવસે વિક્રમી તેજી કરી બજારને નિફટી, સેન્સેક્સ બેઝડ નવા શિખરે મૂકી દીધું હતું. ભારતના મૂડી બજારના ઈતિહાસમાં સૌથી મોટો રૂ.૨૫,૦૦૦ કરોડની રકમનો શેરોના આઈપીઓ માટે કોરિયન ઓટો જાયન્ટ હ્યુન્ડાઈના ભારતીય એકમને સેબીએ મંજૂરી આપી દેતાં આજે વેલ્યુએશનની ગેમમાં ફંડોએ મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સની આગેવાનીમાં ઓટો શેરોમાં તેજીનું તોફાન મચાવ્યું હતું. ઓટોમોબાઈલ શેરો સાથે મેટલ-માઈનીંગ, એફએમસીજી, બેંકિંગ, આઈટી શેરોમાં આકર્ષણ રહેતાં સેન્સેક્સ ૮૬૦૦૦ની સપાટી નજીક અને નિફટી ૨૬૨૫૦ની સપાટી પાર કરી નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૭૬૦.૫૬ પોઈન્ટના ઉછાળે ૮૫૯૩૦.૪૩ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૬૬૬.૨૫ પોઈન્ટ ઉછળી ૮૫૮૩૬.૧૨ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ પણ ઈન્ટ્રા-ડે ૨૪૬.૭૫ પોઈન્ટની છલાંગે ૨૬૨૫૦.૯૦ નવો રેકોર્ડ બનાવી અંતે ૨૧૧.૯૦ પોઈન્ટ વધીને ૨૬૨૧૬.૦૫ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.કેપિટલાઈઝેશન ધરાવતા હેવીવેઈટ શેરોમાં તેજી સાથે એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ રૂ.૧.૯૧ લાખ કરોડ વધી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution