વાઘોડિયા, તા.૧૦

વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમા પણ કોરોનાએ હાહાકાર મચાવતા વિદ્યાર્થીઓ ચીંતામા મુકાયા છે.એક તરફ સરકાર કોરોનાની ત્રીજી લહેર સામે સજ્જ થઈ તૈયારીઓ શરુ કરી છે. તો બીજી તરફ એક થી નવ ના શાળાના વર્ગો ફરજીઆત બંઘ કરી ઓનલાઈન શિક્ષણ શરુ કરવાના આદેશ સરકારે આપ્યા છે.બીજી તરફ શાળાઓમા રાજ્યભરમા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમીત બની રહ્યા છે.ત્યારે પારુલ યુનિવર્સીટી કેમ્પસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સંક્રમીત થતા હોમ કોરેનટાઈન કરાયા છે. પરંતુ પારુલ યુનિવર્સીટીમા હજારો વિદ્યાર્થીઓ ટ્રાવેલીંગ કરી યુનિવર્સીટીની વિવિઘ ફેકલ્ટીઓમા આવે છે. ફરજીઆત યુનિવર્સીટીમા ઓફ લાઈન વર્ગો શરુ કરાયા છે.જેને કારણે પારુલ યુનિવર્સીટીમા વિધ્યાર્થીને કોવીડ સંક્રમીત થવાનો ભય તોડાઈ રહ્યો છે.આ કારણે હજારો વિવિઘ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે ઓફ લાઈન શિક્ષણનો બહિષ્કાર કરી ફેકલ્ટીમા ભારે હોબાળો કર્યો હતો.એડમીનીસ્ટર બ્લોક બહાર ટોળુ વડેલા વિદ્યાર્થીઓને કેમ્પસમા વિરોઘ કરતા અટકાવવા યુનિવર્સીટીના સિક્યોરીટી ગાર્ડે રોક્યા હતા. જેના કારણે સિક્યોરીટી ગાર્ડ અને વિધ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. હોબાળાના પગલે વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા અને સમજાવવા સત્તાઘિશો દોડી આવ્યા હતા. વિધ્યાર્થીઓની રજુઆત હતી કે ઓફ લાઈન શિક્ષણ બંઘ કરી ઓન લાઈન શિક્ષણ શરુ કરવામા આવે જેથી કોરોના સંક્રમીત થતા વિધ્યાર્થીઓ સંક્રમીત થતા ટાળી શકાય.પરંતુ બીજી તરફ પારુલ યુનિવર્સીટીના સત્તાઘીશો પાસે યુનિવર્સીટીમા ઓફ લાઈન શિક્ષણ બંઘ કરવા કોઈ પરીપત્ર પાઠવામા આવ્યો નથી, કે ન કોઈ નવી ગાઈડ લાઈન બહાર પાડી છે.જેના કારણે જ્યા સુઘી સરકારનો કોઈ પરીપત્ર આવે નહિ ત્યા સુઘી ઓફ લાઈન શિક્ષણ ચાલુ રહેશે. વળી પારુલ યુનિવર્સીટી પાસે ખુબ મોટુ કેમ્પસ હોવાથી શોશ્યલ ડિસિટન્સ અને ફરજીઆત માસ્કનો અમલ કરવામા સરળતા હોઈ સંક્રમણથી બચી શકાય છે.ઊપરાંત પારુલ યુનિ.સત્તાઘીશોએ જે વિદ્યાર્થી અથવા વાલીએ કોલેજને જાણ કરી કોલેજમા સ્વેચ્છાએ આવવુ કે ના આવવુ તેવો પર ર્નિભય કરે છે.યુનિવર્સીટીને જવાબદારી માત્ર ફેકલ્ટીમા આવતા વિધ્યાર્થીઓને શિક્ષણ આપવાનુ રહે છે.જાેકે સરકાર પરીપત્ર બહાર પાડે તો યુનિવર્સીટી કોઈ પગલા ભરી શકે અને તે મુજબની ગાઈડ લાઈન પ્રમાણે અનુસરવાની જવાબદારી નિભાવી શકે.હાલમા સરકાર તરફથી યુનિવર્સીટી મા ઓફ લાઈન શિક્ષણ બંઘ કરવા અંગે કોઈ પરીપત્ર ના હોવાથી યુનિવર્સીટીમા આવતા વિદ્યાર્થીઓને ઓફ લાઈન શિક્ષણ ચાલુ રહેશે.જાેકે વિદ્યાર્થીઓ અને સિક્યોરીટી ગાર્ડને ઘર્ષણ મુદ્દે કોઈજ પ્રકારની પોલીસ ફરીઆદ કે નોટીસ કોઈ પણ વિદ્યાર્થી અથવા પ્રતીનિઘીને પાઠવવામા આવી હોય તેવુ બનેલ નથી.