ભરૂચ, સુરતથી પંચમહાલના ઘોઘંબતરફ કંકુબેન મિતેશભાઇ રાઠવા પતિ સાથે બસમાં જઇ રહ્યા હતા. દરમિયાન વરેડિયા પાસે હોટલ બસેરા ખાતે ચા-નાસ્તા માટે બસ ઉભી હતી. જ્યાં કંકુબેનને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા મહિલા હોટલના લેડીઝ ટોયલેટમાં જતાં જ ઢળી પડી હતી. હોટેલ સ્ટાફ દ્વારા ૧૦૮ને કોલ કરાયો હતો. જેથી ૧૦૮ની ટિમ તુરંત જ સ્થળ ઉપર પહોંચી હોટલના લેડીસ ટોઇલેટની અંદર તપાસ કરતા પ્રસૂતિનો અસહ્ય દુખાવો ઉપડ્યો હોવાથી આ મહિલા ચાલીને કોઈ જગ્યાએ જઈ શકે તેમ ન હોવાથી ઇ.એમ.ટી. અને પાયલોટે સમય સૂચકતા વાપરીને ત્યાં જ સફળ ડીલીવરી કરાવી હતી.જાેકે બાળકના ગળામાં ગર્ભનાળ બે ત્રણ રાઉન્ડ ગળાના ભાગે ફીટ વીંટળાયેલી હતી જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ ગર્ભનાળને દૂર કરી માતા અને બાળકને પાલેજ સીએસસીમાં લઈ જવાઇ હતી. ઇએમટી ધર્મેશ ગાંધી અને પપાયલોટ મુનાફ દ્વારા લેડીઝ ટોઇલેટમાં જ પ્રસુતિ કરાવી હતી. ૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરીને ૧૦૮ના મેનેજર અભિષેક ઠાકર અને ઇ.એમ.ઇ. અશોક મિસ્ત્રીએ બિરદાવી હતી.