કૃષિ અને ડેરીક્ષેત્રમાં ભારતના હિતને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા : કેન્દ્રીય મંત્રી ગોયલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ફેબ્રુઆરી 2026  |   4257


નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં નિવેદન આપ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ કહ્યુ કે પીએમ મોદીના ફેબ્રુઆરી ૨૦૨૫ના અમેરિકાના પ્રવાસ બાદ બંને પક્ષોના વાર્તાકારોએ ગંભીર ચર્ચા કરી. ભારતીય પક્ષ પોતાના સંવેદનશીલ પક્ષોની રક્ષા કરવામાં સફળ રહ્યો. પીએમ મોદીએ ઘણીવાર ટ્ર્મ્પ સાથે વાતચીત કરી. ત્યારબાદ અમેરિકાએ ભારત પર ટેરિફ ૫૦ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરી દીધો છે. આ ટેરિફ દર ઘણા દેશો પર લાગેલા ટેરિફથી ઓછો છે. કૃષિ અને ડેરી ક્ષેત્રમાં આપણે ભારતના હિતને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યાં છીએ.કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં કહ્યુ કે ભારત અને અમેરિકા એકબીજાની પૂરક અર્થવ્યવસ્થા છે. અમેરિકા ડેટા, ઉર્ચાના ક્ષેત્રમાં અગ્રણી દેશ છે અને આપણે આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ઘણા ક્ષેત્રોમાં ભારતની નિકાસ અમેરિકામાં ખૂબ વધશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે આ સમજુતિ નવાચારને ગતિ પ્રદાન કરશે. આ ભારતના હિતમાં છે અને દેશને ખૂબ લાભ થશે. સાંસદોના હંગામા વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યુ- પીએમ મોદીની ફેબ્રુઆરી ૨૦૨૫ની અમેરિકાની યાત્રા બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંતુલિત, પરસ્પર રૂપથી, લાભકારી અને દ્વિપક્ષીય ટ્રેડ ડીલ કરવાને લઈને સતત અને નિયમિત ચર્ચા થતી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution