વડોદરા, તા.૬

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં આવ્યો પલ્ટો આવ્યો હતો અને તેજ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા ઘુળની ડમરી ઉડવા થી લોકો પરેશાન થયા હતા.૨૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાતા કેટલાક સ્થળે ઝાડ પડવાના તેમજ અનેક હોર્ડિંગ્સ ઉડીને પડ્યાના બનાવ બન્યા હતા. નસીબ જાેગે કોઈ ઈજા કેજાનહાની નો બનાવ બન્યો નથી.પરંતુ ઝાડ પડવા થી કેટલાક ટુ વ્હીલર અને ફોર વ્હીલરને નુકસાન થયુ હતૂ.

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ થી વાતાવરણમાં પલટો આવ્યો છે.કેટલાક સ્થળે કમોસમી વરસાદ પણ થતા ખેડૂતો ચીંતામાં મુકાયા છે.્‌ત્યારે વડોદરા શહેરમાં આજે સાંજે પાંચ વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ સાથે પવનના સુસ્વાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા.૨૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ટૂંકી પડ્યા ના તેમ જ હોર્ડિંગ્સ પણ ઉડી ને પડ્યા હતા. ભારે પવનના સુસ્વાટાને પગલે કોર્પોરેશનની બહાર લોખંડની ગ્રીલ પણ ધરાશાઈ થઈ ગઈ હતી. શહેરના રાજમહેલ રોડ ન્યાયમંદિર પાસે વૃક્ષ ઘરાશાયી થતા એક મોપેડ અને કારને નુકસાન થયુ હતુ. ઉપરાંત ન્યાયમંદિર પદ્માવતી શોપીંગ સેન્ટર પાસે વૃક્ષ ઘરાશાયી થતા ટુવ્હીલરોને નુકસાન થયુ હતુ.જ્યારે વાઘોડિયા રોડ માનવ મંદિર સોસાયટી પાસે પણ એક ઝાડ તૂટી પડ્યુ હતુ.

આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા તેમજ કમાટીબાગ પાસે સહિત વિવિઘ વિસ્તારોમાં આડેઘડ લગાડવામાં આવેલા કેટલાક હોર્ડીંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા તો કેટલાક ઉડીને પડ્યા હતા.હવામાંન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાતાવરણમાં પલટા વચ્ચે આજે મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૨ય૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંઘાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૫૮ ટકા જે સાંજે ૨૮ ટકા જ્યારે હવામાં ભેજનુ પ્રમાણ ૧૦૧૨ મિલીબાર્સ અને દક્ષિણ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૧૫ કી.મી. નોંઘાઈ હતી.

અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાને પગલે કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠુ થતા ઘરતી પૂત્રો ચીંતાતુર બન્યા છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને તા.૭ અને તા.૮ના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે. આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને અનુરોધ કરવામાં આવ્યો છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા જણાવવ્યુ છે.