વડોદરા, તા.૧૦

મિત્રો સાથે દારૂની મહેફિલ માણ્યા બાદ થયેલા કથિત ગેંગરેપથી હેબતાઈ ગયેલી શિક્ષિત અને સુખી-સંપન્ન પરિવારની ૧૯ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને કોલ સેન્ટરમાં નોકરી કરતી યુવતીએ સાથી કર્મચારીઓ સાથે જેમાં એક વિધર્મી અને એક હિન્દુ એમ બે યુવકો અને એક યુવતી પણ સામેલ હતી. એમની સાથે દારૂ પીધા બાદ થયેલા કથિત ગેંગરેપથી ગભરાઈ ગયા બાદ ૮ મિનિટનો વીડિયો રેકોર્ડ કરી સિલિંગ ફેન ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હતું. આ બનાવની ગંભીરતાને લઈને પોલીસની જુદી જુદી ટીમો બે નરાધમો અને યુવતીની શોધખોળમાં લાગી હતી.

અત્યંત ધૃણાસ્પદ આ બનાવની વિગત એવી છે કે લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં માતા-પિતા સાથે રહેતી અને છ માસ અગાઉ માતાના અવસાન બાદ ગોરવા પોલીસ મથકની હદમાં ઈલોરા પાર્ક ખાતે રૂમ રાખીને રહેતી યુવતી ઉપર તેની રૂમમાં જ મહેફિલ માણ્યા બાદ અન્ય એક યુવતીની મદદથી બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ મંગળવારના રોજ રાત્રિએ બન્યો હતો. દારૂના નશામાં ભાન ભૂલેલી યુવતીનો ગેરલાભ ઉઠાવી આખી રાત બંને યુવકોએ ચુંથી હોવાનું મનાય છે. સવારે ભાન આવતાં જ યુવતીને એની સાથે થયેલા અત્યાચારની જાણ થઈ હતી. બંને યુવકો અને અન્ય યુવતી રૂમ છોડી ભાગી ગયા હતા. પોતાના અસ્તવ્યસ્ત વસ્ત્રો અને ગુપ્ત ભાગે અત્યંત દુઃખાવો થતાં તેણીને પોતાની ભૂલ સમજાઈ હતી અને માંડ માંડ સ્વસ્થ થયેલી આ યુવતીએ એના અન્ય એક મિત્રને ફોન કરીને સઘળી હકીકત વર્ણવી હતી.

મિત્રે યુવતીને સાંત્વાના આપી આ મામલે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું, પરંતુ યુવતીને આ ઘટના અંગે પિતાને કેવી રીતે વાત કરીશ એમ જણાવી ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી હતી. અંતે મિત્રે એ જ અન્ય મિત્રોને સાથે લઈનેુ પિતાને વાત કરવાનું નક્કી કર્યું હતું. ગઈકાલે બુધવારે આખો દિવસ અત્યંત ડિપ્રેશનમાં રહ્યા બાદ યુવતી આજે લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા પિતાના ઘરે જઈ પંખાના હૂક સાથે દુપટ્ટા વડે લટકી જઈને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતાં અન્ય મિત્રોએ આવી જઈ યુવતી સાથે થયેલા બળાત્કારની વાત જણાવતાં પિતા પણ ગભરાઈ ગયા હતા. પરંતુ આવું કૃત્ય કરનારાઓને સજા મળવી જ જાેઈએ એમ જણાવી પિતાને ફરિયાદ કરવા તૈયાર કર્યા હતા.

સયાજી હોસ્પિટલ ખાતે લક્ષ્મીપુરા પોલીસ મથકના કર્મચારીઓ સમક્ષ પહોંચી જઈ પરિવારજનો અને મિત્રોએ આ મામલો આત્મહત્યાનો નહીં, પરંતુ રેપનો પણ હોવાનું જણાવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બાદમાં ઉચ્ચ અધિકારીઓના કાને આ વાત આવતાં જ કાફલો લક્ષ્મીપુરા દોડી ગયો હતો અને જે મહેફિલમાં સામેલ હતા એ બે યુવકો અને યુવતીની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી રવાના કર્યા હતા.

યુવતીએ ૮ મિનિટનો વીડિયો રેકોર્ડ કરી બળાત્કારની માહિતી આપી હતી

આત્મહત્યા કરતાં અગાઉ યુવતીએ પોતાના મિત્રને ૮ મિનિટનો વીડિયો રેકોર્ડ કરીને મોકલ્યો હતો, જેમાં મહેફિલમાં કોણ કોણ સામેલ હતા, કેટલો દારૂ પીધો હતો અને ત્યાર બાદ એની ઉપર બળાત્કાર કરાયો હોવાની રજેરજની માહિતી રેકોર્ડ કરી પોતાના પિતાને સંબોધીને મહેફિલ યોજવાની મોટી ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી મોઢું બતાવવા લાયક નહીં રહી હોવાથી આત્મહત્યા કરું છું એમ જણાવી અંતે આઈ લવ યુ... પાપા... એમ બોલી હોવાની માહિતી બહાર આવી છે.

ઝડપાયેલા યુવકની યુવતી સાથે સંબંધ બનાવ્યો હોવાની કબૂલાત

મહેફિલમાં બળાત્કાર ગુજારી ભાગી ગયેલા યુવકોને ઉચ્ચ અધિકારીની સૂચનાથી મોડી રાત્રે ઝડપી લેવાયા હતા. આ મહેફિલમાં દીશાંત કહાર અને નિઝામ નામના બે યુવકોને પીસીબીએ ઝડપી પાડી મોડી રાત્રિએ લક્ષ્મીપુરા પોલીસ મથકે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં યુવકોએ મહેફિલ માણી હોવાની કબૂલાત કરી હોવાનું આ ઉપરાંત એક યુવકે યુવતી સાથે સંબંધ બનાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં રાત્રે કોલ્ડરૂમમાં મુકાયો

સયાજી હોસ્પિટલ ખાતે યુવતીના પરિવારજનોએ એ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસે ફરિયાદની કાર્યવાહી શરૂ કરી પરંતુ ત્યાં સુધી રાત થઈ જતાં આત્મહત્યા કરનાર યુવતીના મૃતદેહને રાત્રે કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યો હતો.

યુવતીએ ૮ મિનિટનો વીડિયો રેકોર્ડ કરી બળાત્કારની માહિતી આપી હતી

આત્મહત્યા કરતાં અગાઉ યુવતીએ પોતાના મિત્રને ૮ મિનિટનો વીડિયો રેકોર્ડ કરીને મોકલ્યો હતો, જેમાં મહેફિલમાં કોણ કોણ સામેલ હતા, કેટલો દારૂ પીધો હતો અને ત્યાર બાદ એની ઉપર બળાત્કાર કરાયો હોવાની રજેરજની માહિતી રેકોર્ડ કરી પોતાના પિતાને સંબોધીને મહેફિલ યોજવાની મોટી ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી મોઢું બતાવવા લાયક નહીં રહી હોવાથી આત્મહત્યા કરું છું એમ જણાવી અંતે આઈ લવ યુ... પાપા... એમ બોલી હોવાની માહિતી બહાર આવી છે.

ઝડપાયેલા યુવકની યુવતી સાથે સંબંધ બનાવ્યો હોવાની કબૂલાત

મહેફિલમાં બળાત્કાર ગુજારી ભાગી ગયેલા યુવકોને ઉચ્ચ અધિકારીની સૂચનાથી મોડી રાત્રે ઝડપી લેવાયા હતા. આ મહેફિલમાં દીશાંત કહાર અને નિઝામ નામના બે યુવકોને પીસીબીએ ઝડપી પાડી મોડી રાત્રિએ લક્ષ્મીપુરા પોલીસ મથકે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં યુવકોએ મહેફિલ માણી હોવાની કબૂલાત કરી હોવાનું આ ઉપરાંત એક યુવકે યુવતી સાથે સંબંધ બનાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સભ્ય સમાજ માટે આવા કિસ્સાઓ લાલબત્તી સમાન

યુવાનોમાં દારૂની મહેફિલો યોજવાનું ચલણ લૉકડાઉન બાદ વધી ગયું છે જેમાં દારૂ પીતી યુવતીને મોર્ડન ગણાતું હોવાથી વધુ ને વધુ યુવતીઓ મોર્ડન દેખાવા માટે મહેફિલોમાં સામેલ થાય છે અને દારૂ પીધા બાદ ભાન ભૂલી જતાં નરાધમો આવી યુવતીઓ ઉપર બળાત્કાર કરે છે તયારે સભ્ય સમાજ માટે આવા કિસ્સાઓ લાલબત્તી સમાન છે. જેમાં એક સુખી-સંપન્ન પરિવારને ૧૯ વર્ષીય પુત્રીને ગુમાવવાનો વારો આવ્યો છે.