સુરત-
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભીડ ભંજન વિસ્તારમાં યુવકને જીવતો સળગાવવાના પ્રયાસના આરોપસર 2 આરોપીની ધરપકડ કરી છે. યુવક પર કચરો, કાગળ નાંખી તેની પર આગ ચાંપી હત્યાનો પ્રયાસ કરાયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુરત પાંડેસરા ભીડ ભંજન વિસ્તારમાં રહેતા પ્રમોદ મુશાભાઈ વિશ્વાસ ગત 31મીએ રોજની જેમ તેમની કામ કરવાની ફેકટરી બહાર લોખંડના બાકડા પર સૂતા હતા. ઘેરી ઊંઘમાં સુતેલા પ્રમોદભાઈને ગરમી લાગવાનો એહસાસ થયો અને અચાનક જાગીને જોતા તેંમના શરીર પર આગ લાગેલી હતી. પ્રમોદભાઈએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેમની પર પાણી છાંટી આગ બૂજાવી હતી. ત્યાં તેમને બેભાન હાલતમાં સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ ભાન આવતા પાંડેસરા પોલીસે સ્ટેટમેન્ટ લઈ 2 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: હનીટ્રેપમાં ફસાવી બનેવીનું અપહરણ કરી ત્રણ યુવતીઓ સામે કર્યો નિર્વસ્ત્ર ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બે દિબસ પહેલા લોખંડના બાકળા પર સૂતા હતા. ત્યાં બે યુવકો તેમની પાસે આવી તેમને બાંકડા પર સૂવા બાબતે ઠપકો આપ્યો હતો કે, તું રોજ હમારી જગા પે સો જાતા હે, તો બીજા અન્ય એક યુવકે ધમકી આપી હતી કે, અબ સોયા તો ઇસે જીંદા જલા દેંગે.
ત્યાર બાદ 31મીએ આજ યુવકો આવી તેમની પર આગ ચાંપી કરી ફરાર થતી વખતે તેમને જોયાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે આ બંને યુવક દિપક ગુપ્તા અને કિશન સિંગ વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી બંને ફરાર યુવકની શોધ કરી છે.
Loading ...