સુરત: જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતની ચૂંટણીમાં 9,81,234 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત-

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.28 ફેબ્રુ.ના રોજ જિલ્લા પંચાયતની 36 બેઠક અને તાલુકા પંચાયતની 184 બેઠકોની ચૂંટણી યોજાશે. સુરત જિલ્લાના 9 તાલુકામાં ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં ચૂંટણી યોજાનાર છે. મતગણતરી તા.2 માર્ચના રોજ થશે.9 તાલુકામાં 4,96,813 પુરૂષ, 4,84,406 મહિલા અને 15 ત્રીજી જાતિના મતદારો મળી કુલ 9,81,234 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તાલુકાઓમાં કુલ 1180 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ સરેરાશ 832 મતદારો નોંધાયા છે. 9 તાલુકાઓ માટે ચૂંટણી કામગીરી માટે કુલ 1180 મતદાન મથકો માટે 1180 પ્રિસાઈડિંગ ઓફિસરો, 125 રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, 1180 આસિ.પ્રિસાઈડિંગ અને 127 રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, 3231 પોલિંગ ઓફિસરો, 245 રિઝર્વ પોલિંગ ઓફિસરો, 1180 પ્યુન તેમજ 101 રિઝર્વ સ્ટાફ ફરજ બજાવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution