સુરત:સોશિયલ મિડિયામાં ફોટો મુકવા બાબતે બોલાચાલી અને પછી વાત પહોચી હત્યા સુધી
22, ફેબ્રુઆરી 2021

સુરત-

શહેરના દાંડી ઉગત રોડ પર સામાન્ય બાબતમાં ઝગડો થતા એક વ્યકિતની હત્યા કરવામાં આવી છે. જીગ્નેશ અને ચિંતન ભાઈઓ ચિત્રા વચ્ચે ફેસબુક અને તથા ઇન્સ્ટાગ્રામ પર કારનો ફોટો મુકવા બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ફોન પર ગાડી થતા તેની અદાવત રાખી ચિંતન તેના મિત્રો હિમાંશુ પટેલ તથા મિત્તલ પટેલ સાથે મળી તેના બીજા 10 થી 12 મિત્રો સાથે જીગ્નેશને જાનથી મારી નાખવા પ્લાન બનાવ્યો હતો. જીગ્નેશને ફોન ઉપર અપશબ્દો બોલી ઉશ્કેરણી કરી તેમને સંગીની ગાર્ડનિયાની પાસે બોલાવ્યાં હતા અને મોડી રાત્રે સંગીની ગાર્ડનિયાની સામે દાંડી તરફ જતા રોડ ઉપર ચિંતન ઉર્ફે ચીતલો, ગોલ્ડન રમેશ પટેલ અને હિમાંશુ પટેલ, મિત્તલ પટેલ તેમજ તેમની સાથે આવેલા 10 થી 12 લોકોએ હુમલો કર્યો હતો.

જીગ્નેશ અને સુનિલ અય્યર સંગીની ગાર્ડનિયા પાસે આવતા જીગ્નેશ તથા સુનિલ ગાડી નીચે ઉતરી આગળ આવ્યાં હતા, ત્યારે ચિંતન ઉર્ફે ચીતરો તથા હિમાંશુ પટેલ અને મિતલ પટેલે પોતાની પાસેના હથિયારો વડે તથા તેમની સાથે આવેલા તેમના મિત્રોએ બેઝબોલના ફટકા તથા લોખંડના ફટકા વડે જીગ્નેશ અને સુનિલને ઘેરી લઇ હુમલો કર્યો હતો. ચિંતન તથા મિતેશ પટેલ અને હિમાંશુ પટેલે ચપ્પુ વડે જીગ્નેશને પીઠના ભાગે તથા શરીરે કમરના પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. આ ઘટનામાં સુનિલભાઈનું મોત નીપજયું હતું. આ અંગે રાંદેર પાલનપુર પાટિયા ખાતે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા આકાશ જીતેન્દ્ર પટેલ દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution