/
સુરત: લેન્ડ ગ્રેબર હંસકમલ ગ્રોવરની હત્યાના કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુરત-

શહેરના ઘોડ દોડ રોડ પર આવેલા કીર્તિ અપાર્ટમેન્ટ પાસે 8 ઓગસ્ટ, 2000ના રોજ જમીન માફિયા હંસકમલ ગ્રોવરની ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ જે તે સમયે ખૂબ જ ચર્ચા જગાવી હતી કારણ કે જે સમયે સુરતમાં અન્ડરવર્લ્ડનો ભારે પગ પેસારો હતો, દાઉદ અને છોટા રાજનની ગેંગ તે સમયે શહેરમાં એક્ટિવ હતી અને શહેરના પોશ વિસ્તારમાં આવેલી જમીનો ઉપર તેમની નજર હતી. હંસકમલ ગ્રોવરની હત્યા પણ જમીનના ડખ્ખામાં જ થઈ હતી. જે તે સમયે પોલીસે નિલેશ મધુર સહિત જીતેન્દ્ર ચાખો અને કનુ બોરીચાની ધરપકડ કરી હતી. આ હત્યાકેસમાં નાસતો-ફરતો દિનેશને મુંબઈના આર્થર રોડ પરથી 20 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેણે તે સમયે દિનેશ બેંકમાં નોકરી કરતો હતો અને હત્યાના આરોપીઓને તેણે મુંબઈમાં પોતાના ઘરે આશરો આપ્યો હતો. તેની સામે કોર્ટે 70 મુજબનો ધરપકડ વોરંટ કાઢયું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution