26, ઓક્ટોબર 2020
990 |
સુરત-
કોરોનાકાળમાં બધી શાળાઓ દ્વારા ઓનલાઇન ભણતર બાળકોને આપવામાં આવી રહ્યું છે, પરંતુ અનેક પરિવારો એવા છે કે જેઓ બાળકોને લેપટોપ અથવા મોબાઈલ આવી આર્થિક પરિસ્થિતિમાં આપી શકે નહીં. જેથી બાળકોના ભણતરમાં પરેશાની આવે છે. આવી જ એક પરેશાનીનો સામનો કરી રહેલી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા જય ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા શિવ શંકર તિવારીની પુત્રી આકાંક્ષાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીની પાંડેસરાની ડિસન્ટ ચાઈલ્ડ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ઓનલાઈન અભ્યાસથી કંટાળીને વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યો હોવાનું આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. ઓનલાઈન અભ્યાસને લઈ વિદ્યાર્થીની ચિંતિત હતી.આકાંક્ષા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. શિવ શંકર તિવારીને ચાર બાળકો હતા. તેમાંથી ત્રણ દીકરી અને એક પુત્ર છે. ટેમ્પો ચલાવીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એક જ મોબાઈલમાં ચારેય બાળકો ઓનલાઇન ભણતા હતા. પુત્રી ઓનલાઈનના કારણે માનસિક તણાવમાં હતી. એક જ મોબાઈલ હોવાના કારણે તે ભણતર કરી શકે તેવી સ્થિતિમાં ન હતી. એક જ મોબાઈલ હતો. હું સરકારને કહેવા માંગુ છુ કે સરકાર આ ઓનલાઇન ભણતર અંગે વિચારે, જેથી વિદ્યાર્થીઓ ઉપર દબાણ ન આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન તેઓ નોકરી પર જતા હતા. સાંજે જ્યારે આવતા હતા ત્યારે તેમની પુત્રી અભ્યાસ કરતી હતી. આકાંક્ષાએ પહેલા પણ જણાવ્યું હતું કે, તેને ઓનલાઈનમાં કંઈ પણ સમજમાં આવી રહ્યું નથી.પોલીસ તપાસ શરૂઆ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.