સુરત-

કોરોના મહામારી વચ્ચે સતત બેકાર બનેલા કે પોતાનો વેપાર ઉધોગ નહિ ચલતા સતત લોકો આપઘાત કરવાની ઘટના સામે આવી રહી છે. મૂળ જૂનાગઢના ઉમેશપુરાગામના વતની અને હાલ પુણાગામમાં આવેલા અયોધ્યાનગરમાં રહેતા 20 વર્ષીય શરદ ઘનશ્યામભાઈ વઘાસિયા સુરતના યોગીચોકમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો. જોકે, કોરોના મહામારી વહચે લોકડાઉન થઇ જતા લોકડાઉનમાં દુકાન બંધ કરીને વતન ગયો હતો. ત્યાં રૂપિયાની આર્થિક તકલીફ પડતા અને પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ થતા ફરી વેપાર ધંધા શરૂ કરવા માટે 15 દિવસ પહેલા વતનથી સુરત ખાતે આવી પોંહચ્યો હતો. તે પોતાની રાબેતા મુજબ પોતાની નાસ્તાની હોટલ શરુ કરી હતી.

સુરતના હીરા વેપારીએ નોકરી માટે બોલાવેલી યુવતીઓને નશીલો પદાર્થ પીવડાવ્યો, આચર્યું દુષ્કર્મ જોકે, છેલ્લા 15 દિવસથી કામ કરતા હોવા છતાંય પોતાનો વેપાર યોગ્ય રીતે નહિ ચાલતા અને સતત આર્થિક મુશ્કેલી પડતી હોવાને લઈને માનસિક તાણ અનુભવતા આ યુવાને આવેશમાં આવી જઇ પોતાના ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે ઘટનાની જાણકારી પાડોસી દ્વારા પોલીસને મળતા પોલીસ પણ તાતકાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.