સુરત: ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાની હાર
30, જાન્યુઆરી 2021

સુરત-

સહકારી ક્ષેત્રના રાજકારણની તિજોરી સમાન સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીનું આજે શનિવારે પરિણામ આવ્યું છે. આ ચૂંટણીની સૌથી અગત્યની વાત એ છે કે બારડોલીથી સાંસદ તરીકે ચૂંટાયેલા પ્રભુ વસાવા આ બેંકના ડિરેક્ટર બની શક્યા નથી. તે આ બેંકની ચૂંટણીમાં હારી ગયા છે, જે ભાજપ માટે ખૂબ જ આઘાતજનક વાત કહી શકાય છે. 18 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત સહકાર પેનલે 14 બેઠક મેળવી છે પરિણામ આવતા જ બેંકની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો કામરેજ બેઠક પર બળવંત પટેલ 12 મત મેળવ્યા હતા. જ્યારે તેમની સામે મનહર પટેલને માત્ર 4 મત મળ્યા હતા. માંગરોળ બેઠકની વાત કરવામાં આવે તો દિલીપસિંહને 21 મત અને તેમની સામે કિશોરસિંહને 17 મત મળ્યા હતા. કામરેજ બેઠક પર અશ્વિન પટેલને 60 મત અને કિરીટ પટેલને 62 મત મળ્યા હતા. પલસાણામાં રમેશ પટેલ, કેતન પટેલ બન્ને વચ્ચે ટાઈ થઈ હતી.સુરત ડિસ્ટ્રીક બેંકની 18 બેઠકોમાં પાંચ બેઠકો બિન હરીફ ચૂંટાઇ હતી જયારે 13 બેઠકોનું પરિણામ આજે શનિવારે જાહેર થયું છે. આ ચૂંટણીમાં 13 બેઠકો પર આ 28 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution