સુરત,એશિયાઈ દેશો માંથી પોલિશ્ડ ડાયમંડની સામી દિવાળીએ ડિમાન્ડ નીકળતા હીરા વેપારીઓ સાથે રત્નકલાકારો પણ હાલ ચિંતા મુક્ત બન્યા છે. અંદાજે ૮૩ ટકાની માંગ અને ૧૨ હજાર કરોડ કરતા વધુની આવક થશે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં પણ સુરતનો હીરા ઉદ્યોગ ૮૦ ટકા વર્કફોર્સ સાથે કામ કરી રહ્યો છે.દિવાળી વેકેશન આ વખતે ટૂંકું રહેશે. જેના કારણે રત્નકલાકારોની પણ દિવાળીએ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ રહેશે.જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે, અત્યારે એપ્રિલ સપ્ટેમ્બર ૨૦૧૯થી ૨૦૨૦માં ૩૭ ટકા ડાઉનફોલ રહ્યો પરંતુ ૮૩ ટકા કવર થઈ ચૂક્્યું છે. ડોમેસ્ટિક માર્કેટ ખૂબ જ સારું છે. વર્કરોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે.વેકેશન પણ ૫ દિવસનું ટૂંકું જ રહેશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ૭૫થી ૮૦થી ૮૩ ટકાના વર્કફોર્સ સાથે કાર્યરત છે.