16, સપ્ટેમ્બર 2021
5148 |
સુરત-
રાજય માં અકસ્રમાતના કિસ્સા અનેકવાર બનતા હોય છે ત્યારે સુરતના છેવાડા પર આવેલા હજીરા વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત માં એક જ પરિવારમાં ત્રણ લોકો દાદા, પુત્ર અને પૌત્રનું મોત થયું છે. સાથે અન્ય એક યુવકનું મોત થયું છે. અકસ્માતમાં એકની હાલત ગંભીર છે. લોકોની વાત માનીએ તો દારૂના નશામાં ચકચૂર થઈને તમામ લોકો ગણપતિ મંડપ પાસે નાચવા માટે પહોંચ્યા હતા પણ પોલીસની ગાડી આવતા તમામ લોકો ભાગ્યા હતા અને ડમ્પરના પાછળના ભાગમાં કારની ટક્કર હતી.
ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ ગાડી કાપીને ચાર જેટલા મૃતદેહ બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં એક યુવકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સુરત સહિત રાજ્યમાં હાલ હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. આ દરમિયાન યુવાનો મોટી સંખ્યામાં રાત્રિ દરમિયાન ગણપતિ મંડપ પર નાચતા જોવા મળતા હોય છે. ગતરોજ સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તારના મોરા ગામ નજીક એક ગાડીમાં સવાર પાંચ જેટલા યુવાનો દારૂના નશામાં ગણપતિ મંડપ પર પહોંચ્યા હતા. અકસ્માતમાં એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ખાસ કરીને મરનાર તમામ લોકો મોરા ગામના રહેવાસી હતા. તમામ દારૂના નશામાં હોવાથી પોલીસ પકડી લેશે તેવા ડરે કાર લઈને ભાગ્યા હતા. આ દરમિયાન તેમની કારની ડમ્પર સાથે ટેક્કર થઈ ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.