સુરત, તા.૨૦


દેશ દુનિયા અને રાજય સહિત કોરોના મહામારીએ અજગરી ભરડો ભર્યો છે. ત્યારે સૂરત શહેરમાં પણ સતત વધી રહેલાં કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી શનિવારના રોજ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સૂરતની મુલાકાતે આવ્યાં હતાં. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલાં આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે સુપર સ્પ્રેડની સંભાવનાઓની શક્યતા વ્યક્ત કરી હતી અને પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે આડકતરો  ઈશારો આપ્યો હતો. 

શનિવારના રોજ રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિ સૂરતની મુલાકાતે આવ્યાં હતાં. કોરોના દર્દીઓની વધી રહેલી સખ્યાંના કારણે સરકારી હોસ્પિટલ્સની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી તેઓએ જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે કામ કરી શકાય એ માટે પ્રાઈવેટ હોસ્પિટલ્સ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. સૂરતની કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું.