સુરત-
“મમ્મી, માસાએ મારી સાથે ગંદુ ગંદુ કર્યું એટલે તું મને વ્હાલ કરી નથી ને?. ૧૦ વર્ષીય પુત્રીએ રડતાં રડતાં કરેલી આ વાત સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આખરે માતા પિતાએ કરેલી પુછપરછમાં મકાન માલિકે મોબાઈલમાં બ્લ્યૂ ફિલ્મ બતાવી માસૂમ બાળા સાથે બદકામ કરવા સાથે ધમકી આપી હતી કે, તું તારા માતા-પિતાને આ વાતની જાણ કરશે તો તેઓ તેને વ્હાલ નહીં કરે.” જેથી કુકર્મનો ભોગ બનેલી બાળકી ડરી ગઈ હતી. સુરતના કાપોદ્રામાં રહેતી મીનાબેન (નામ બદલ્યું છે) મૂળ અમરેલીના વતની છે. તેમણે સંતાનમાં ૧૦ વર્ષીય દીકરી અને ૬ વર્ષનો પુત્ર છે.
દસેક વર્ષીય દીકરી પહેલા બપોરના સુમારે મીનાબેન બપોરે સુતા હતા અને દીકરાને માથે હાથ ફેરવી રહ્યા હતા ત્યારે તેમણી ૧૦ વર્ષીય દીકરી અચાનક રડવા લાગી હતી. તેણી રડતાં રડતાં એવું બોલી કે, ‘મમ્મી, મારી સાથે માસાએ ગંદુ ગંદુ કામ કર્યું એટલે જ તું મને હવે વ્હાલ કરતી નથી ને?. દીકરીની આ વાત સાંભળી મીનાબેન સ્તબ્ધ થઈ ગયા હતા. બાદમાં તેમણે દીકરીને સમજાવી પુછપરછ કરતા બાળાએ જણાવ્યું કે, ‘બે વર્ષ પહેલા નવરાત્રિના સમયમાં તેઓ માસા લાભુભાઈના ઘરે રહેતા હતા, તે વખતે પાણી પીવા બીજા માળે જતા પહેલાં માળે રહેતા માસા લાભુભાઈએ મને તેમના ઘરે બોલાવી હતી અને રૂમનો દરવાજાે બંધ કરી દીધો હતો.
ત્યારબાદ માસાએ મોબાઈલમાં ગંદી ફિલ્મ બતાવી મારા કપડાં કાઢી ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. માસાએ એવું પણ કહ્યું કે, આ વાત કોઈને પણ કહેતી નહી, નહીંતર તારા મમ્મી તને મારશે અને વ્હાલ નહીં કરે એવી પણ ધમકી આપી હતી. ડરના માર્યા તે ચૂપ રહેતી હતી અને બીજી તરફ માતા વ્હાલ કરતી ન હોય મનમાંને મનમાં રિબાઈ રહી હતી. નરાધમ લાભુએ બાળાને ટેરેસ પર લઈ વારંવાર કુકર્મ કર્યું હતું. આખરે મીનાબેને પોલીસનું શરણું લીધું હતું. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
Loading ...