સુરત-

સુરત શહેરના રામપુરાના વિસ્તારમાં રવિવારે સાંજે ભવાનીવડની આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જઇ રહેલા ઓઇલ કંપનીના કર્મચારીઓને ચપ્પુ મારી રૂ.19 લાખની દિલધડક લૂંટ ચલાવી લૂંટારો બાઇક પર નાસી ગયો હતો. અતિ ભરચક વિસ્તારમાં લૂંટારાએ ફક્ત 20 સેકન્ડમાં જ આ લૂંટ ચલાવતા લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો હતો અને આ લૂંટ ટોક ઓફ ઘી ટાઉન બની હતી.જોકે, પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે સમગ્ર ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરી દીધા હતા.પોલીસે આ દિલધડક લૂંટના 2 આરોપીઓ તોફિક અને ગફારશા ઉર્ફે ગુડ્ડુભૈયાને 6 કલાકમાં જ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ 19 લાખની લૂંટ પૈકી 15.20 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં પોલીસને સફળતા મળી છે. રવિવારે આ સમગ્ર ઘટનાક્રમ અંગે આયોજિત પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પરંતુ પોલીસે ત્વરિત ગતિથી બન્ને ને દબોચી લીધા હતા ને આરોપીએ લૂંટની કબૂલાત કરી હતી. આમ, સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની પળોમાં આરોપીઓને ઝડપી વધુ એક સફળતા મેળવી છે.