સુરત: ઓફિસમાં બોલાવી બે યુવતી સાથે દુષ્કર્મ, નોંધાઈ બે ફરિયાદ
22, ડિસેમ્બર 2020

સુરત-

સુરત શહેરના વરાછા મિનીબજાર ખાતે આવેલા ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બંને યુવતી પર પહેલાં પણ ઓફિસમાં જ દુષ્કર્મ આચર્યું હતું. પહેલી ફરિયાદ ૨૨ વર્ષીય યુવતીએ નોંધાવી હતી, જેથી બીજી ૨૪ વર્ષીય યુવતીની હિંમત ખૂલતાં તેણે પણ ફરિયાદ નોંધાવી હતી. ૨૪ વર્ષીય યુવતી પર મુંબઈની હોટલમાં દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતી થઈ ગઈ હતી, જેથી વસંતે તેને દવા આપી એબોર્શન કરાવી નાખ્યું હતું. વેલંજા ગામ વિસ્તારમાં રહેતી પ્રિયંકા(નામ બદલ્યું છે) ૧ નવેમ્બરના રોજ બહેનપણી નિલોફર(નામ બદલ્યું છે) હીરાના વેપારી વસંત પટેલ (રહે. ૧૩મો માળ, રિવર વ્યૂ હાઈરાઇઝ, મોટા વરાછા) સાથે નોકરી માટે વાત કરવા ગઈ હતી. બંનેને વસંતનો ડ્રાઈવર વરાછા મિનીબજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયો હતો.

વસંતે ડ્રાઈવર જયેશને કોલ્ડડ્રિંક્સ લાવવા કહ્યું હતું. નિલોફર અને પ્રિયંકાએ કોલ્ડ્રિંક પીધું ત્યાર બાદ બંને જણા બેભાન થઈ ગયા હતા. પ્રિયંકા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેનાં કપડાં પર ડાઘ પણ હતાં, જેથી પહેલા પરિવારજનો સાથે વાત કરીને વસંત પટેલ અને તેના ડ્રાઈવર જયેશ વિરુદ્ધ ૨૯ નવેમ્બરના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વેડરોડ પર રહેતી ૨૪ વર્ષીય પ્રતિમા (નામ બદલ્યું છે)ની દોઢેક વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી આરોપી વસંત ભીખા પટેલ (રહે.રિવર વ્યૂ હાઇરાઇઝ,મોટા વરાછા) સાથે દોસ્તી થઈ હતી. ત્યાર બાદ ફોન પર એકબીજા સાથે વાતો કરતાં હતાં.

એ સમયે વસંતે પ્રતિમાને કહ્યું, તે તેને બહુ ગમે છે. તેનો પરિવાર આફ્રિકા રહે છે. તેની સાથે મૈત્રી કરારથી રહેવા માગે છે. પહેલા તો પ્રતિમાએ ના પાડી હતી. પ્રતિમાને વસંતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી તેની ઓફિસે બોલાવી હતી.ત્યાં વસંતે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. પ્રતિમાએ ના પાડી ત્યારે વસંતે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પ્રતિમાને વસંતે વારંવાર ઓફિસે બોલાવી હતી. પહેલાંનો દુષ્કર્મનો વિડિયો છે એવું કહીને પ્રતિમા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એક વખત મુંબઈ ફરવા જવાનું કહીને ત્યાં નીલકંઠ બાર એન્ડ રૂમ્સ નામની હોટલમાં સંબંધ બાંધ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution