સુરત-

સુરતઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ જામ્યો છે. સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ચુક્યું છે, ત્યારે ચૂંટણીને લઇને મતદાતાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની નિધિ ગેલાણીના આજે લગ્ન છે. નિધિ લગ્ન મંડપમાં બેસવા પહેલા તે મતદાન કરવા પહોંચી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દુલ્હને કહ્યુ હતુ કે, પહેલા મતદાન અને પછી સપ્તપદીના સાતફેરા. દુલ્હન નિધી ગેલાણી મતદાન કર્યું હતુ અને મતદાન કર્યા બાદ ફેરા ફર્યા હતા. પુણા ગામ વોર્ડ નં.16 માં નિધીએ મતદાન કર્યું હતુ.