અહો આશ્ચર્યમ, બકરીએ મણસનો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો
09, એપ્રીલ 2021 594   |  

સોનગઢ-

સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલ જૂની સેલટીપાડા ગામે એક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને ત્યાં ગુરુવારે સવારે બકરીએ વિચિત્ર આકૃતિ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીના બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય એવો જાેવા મળ્યો હતો. જૂની સેલટીપાડા રહેતા અજિતભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે અને ખેતી પણ કરે છે. તેમને ત્યાં એક બકરીએ વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો.

બકરીના બચ્ચાનું કપાળ, આંખ, મોઢું અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવા જ હોવાનું જાેવા મળ્યું હતું અને આશ્ચર્યની વાત એ છે કે એને અન્ય બકરીના બચ્ચાની જેમ પૂંછડી પણ ન હતી.જન્મ પછી માત્ર દસેક મિનિટ જીવેલા બચ્ચા એ બે વખત નાના બાળક જે રીતે રડે એ જ રીતે રડયું હોવાનું નજીકના ઝરીઆંબાના અને ત્યાં જ ઉપસ્થિત એવા વિલાસભાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બચ્ચાના માત્ર ચાર પગ અને કાન જ બકરીના બચ્ચા જેવા હતા, જયારે બાકીનું શરીર માનવી જેવું હતું. સ્થાનિક લોકોએ આ કોઈકે પૂર્વજે જન્મ લીધો છે એવી માનતા સાથે વિચિત્ર આકાર અને કદ સાથે જન્મેલા બકરીના બચ્ચાની પૂજા કરી બાદમાં વિધિ સાથે દફનાવી દીધું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution