સુશાંત સિંહની બહેન શ્વેતાએ ભાઈ માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી

34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ રવિવારે થયું. તેણે મુંબઈના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. તેના પિતા કે.કે. સિંહ અને પરિવારના અન્ય સભ્યો મુંબઈ પહોંચ્યા ત્યારબાદ સોમવારે તેની અંતિમ વિધિ કરવામાં આવી. સુશાંતની યુએસ રહેતી બહેન શ્વેતા સિંહ કૃતિ અંતિમ વિધિમાં પહોંચી શકી ન હતી.

  શ્વેતાએ તેના ભાઈ માટે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, મારું બેબી, મારું બાબુ અત્યારે ફિઝીકલી આપણી સાથે નથી અને ઈટ ઇઝ ઓકે. મને ખબર છે કે તું ઘણા દુઃખમાં હતો અને તું ફાઈટર હતો અને તું ખૂબ સારી રીતે લડી રહ્યો હતો. સોરી તારે જે દુઃખમાંથી પસાર થવું પડ્યું, કાશ હું તને મારી ખુશી આપીને તારા બધા દુઃખ લઇ શકી હોત. આગળ તેણે લખ્યું કે, તારી ચમકતી આંખોએ દુનિયાને શીખવ્યું કઈ રીતે સપના જોવા, તારી માસુમ મુસ્કાન તારા સાફ દિલનું પ્રતિબિંબ હતું, તને હંમેશાં પ્રેમ કરતા રહીશું. તું જ્યાં હોય ત્યાં ખુશ રહે, લોકોએ તને પ્રેમ કર્યો છે, કરે છે અને કરતા રહેશે. 

 શ્વેતાએ આગળ લખ્યું હતું કે, મારા પ્રિયજનો, મને ખબર છે કે આ કઠિન સમય છે પણ જ્યારે વિકલ્પ મળે ત્યારે નફરતની ઉપર પ્રેમને પસંદ કરો, ગુસ્સાને બદલે દયા, લાગણીને પસંદ કરો, સ્વાર્થ કરતાં નિઃસ્વાર્થને પસંદ કરો અને માફ કરો, ખુદને, બીજાને , બધાને માફ કરો. દરેક માણસ ખુદની જંગ લડી રહ્યો છે, તમારી જાત માટે દયાળુ બનો અને બીજા બધા માટે પણ દયાળુ બનો. કોઈપણ સંજોગે તમારા હૃદયને બંધ ન થવા દો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution