મુંબઈ-

NCP પ્રમુખ શરદ પવારે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસ મામલે આજે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સુશાંત સિંહના કેસને લઈ મહારાષ્ટ્ર પોલીસ પર મને સંપુર્ણ ભરોસો છે, પરંતુ જો કોઈ CBI તપાસ કરાવવા માંગે છે તો મને કોઈ વાંધો નથી. મારો કોઈ વિરોધ નથી.

પવારે કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ છેલ્લા પચાસ વર્ષોથી વિશ્વાસ છે. તપાસ ગમે તેનાથી કરાવો, તે રાજ્ય સરકાર અને સીબીઆઈનો વિષય છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિની આત્મહત્યા પર આટલું બધું થઇ રહ્યું છે, પરમ દિવસે સતારામાં એક ખેડૂતે કહ્યું કે અમારા જિલ્લામાં 20 ખેડૂતોએ આપઘાત કરી લીધો પણ તેની કોઈ વાત જ નથી થઈ રહી.

નોંધનીય છે કે એક્ટર સુશાનત સિંહ રાજપૂતની મોતનો કેસ બિહાર VS મહારાષ્ટ્રમાં પરિણમી રહ્યો છે. પવારની પહેલા સંજય રાઉત આ મુદ્દા પર ઘણીવાર બોલી ચુક્યા છે. તેમણે સામનામાં પણ સુશાંત સિંહના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યાહતા કે તેમના પિતાએ બીજા લગન કરી લીધાહતા.અને તેના કારણે સુશાંત અને પરિવારનાં સંબંધ સારા ન હતા. જોકે પછીથી સુશાંતના પરિવાર દ્વારા આ આરોપોનો જૂઠ્ઠાણું ગણાવ્યું હતું.