વડગામ,તા.૨૮ 

વડગામ તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ૧.૩૦ કરોડની ગ્રાન્ટમાં ગોટાળાની આશંકાને લઈ ભારે હોબાળો મચ્યો હતો. જેમાં અધ્યક્ષ વિવિધ યોજનામાં થયેલા કામોની માહિતીના બીલો અને કોની મંજૂરીથી આ કામોની મંજુરી આપી અને તાલુકા પંચાયત દ્વારા જે બીલો મજૂર કરવા માટે મૂકયા છે.તે તમામ બીલોની કારોબારી સમિતિએ નામંજૂર કર્યા હતા. અધ્યક્ષે ૧.૩૦ કરોડ ગ્રાન્ટ કંઇ યોજનામાં વપરાઈ અને અધ્યક્ષની મંજુરી વગર કઇ રીતે કામો કરાયા છે. જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને મળતી ગ્રાન્ટ અને રોયલ્ટીની ગ્રાન્ટ પણ ક્યાં વપરાય તે અંગેના હિસાબ અને બીલો અંગે અધિકારી પાસેે માહિતી માગતા ૧.૩૦ કરોડની ગ્રાન્ટનો હિસાબ મળ્યો ન હતો.આ ગ્રાન્ટની ફાળવણીમાં મોટાપાયે ગોટાળો થયો હોવાની આશંકા સાથે સમિતિમાં હોબાળો મચી ગયો હતો. કારોબારી સદસ્ય લક્ષ્મણભાઈ ભટોળે જણાવ્યું હતું કે બેઠકમાં જે બીલોને મંજૂરી આપવા મુકાયા હતા. એ બાબતે સમિતી અજાણ હોય તેમજ ગ્રાન્ટની ફાળવણીમાં ગોટાળો થયો હોય તેની ચકાસણી માટે વિગત માંગી છે.