સ્વિડન:કુરાન સળગાવવા મામલે બાદમાં હિંસા ભડકી, હજારો લોકો રસ્તાં પર ઉતર્યા
30, ઓગ્સ્ટ 2020 792   |  

સ્વિડન-

દુનિયાભરમાં શાંતિ વાળો દેશ કહેવાતુ સ્વિડન હવે ફરીવાર હિંસાની આગમાં સળગ્યુ છે. સ્વિડનમાં કુરાન સળગાવવા મામલે તોફાનો ફાટી નીકળ્યા અને હિંસા ભડકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર મોટી સંખ્યામાં લોકો રસ્તાં પર ઉતર્યા છે અને ઠેર ઠેર હિંસા સાથે પ્રદર્શનો થઇ રહ્યાં છે. કારો અને ટાયરો સળગાવામાં આવ્યા અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.પોલીસે કહ્યું કે, હિંસક ભીડને કાબુ કરવા માટે ટીયર ગેસને સેલ છોડવામાં આવ્યા,સાથે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી. પોલીસ અનુસાર માલ્મોમાં કુરાનની કોપી સળગાવવા આવી હતી બાદમાં આ તોફાનો ફાટી નીકળ્યા હતા.

પોલીસ અનુસાર, સાંજના સમયે અચાનક લગભગ 300 લોકોનુ ટોળુ ભેગુ થઇ ગયુ હતુ, ટાયર સળગાવવાના કારણે આખા વિસ્તારમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો, બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો આમાં હતો, આમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ઘણી મહેનત કરી હતી.સ્વિડનની રાષ્ટ્રવાદી પાર્ટી સ્ટ્રેમ કુર્સના નેતા રેસમસ પાલુદનને મીટિંગમાં પરવાનગી ના મળ્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. તેમને સ્વિડનની બોર્ડ પર જ રોકી દેવામાં આવ્યા હતા. જ્યારે તેમને જબરદસ્તીથી શહેરમાં આવવાની કોશિશ કરી તો તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના સમર્થકોએ માલ્મોના એક ચોરા પર કુરાનની કેટલીક કોપીઓ સળગાવી હતી, બાદમાં હિંસા ભડકી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution