લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026 |
2772
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે એક ભયાનક વિમાની અકસ્માત થતા રહી ગયો હતો. જ્યુરિખ જઈ રહેલા સ્વિસ એરના વિમાનના લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતા જાેતા જ પાયલટે રનવે પર જ ટેક-ઓફ અટકાવી દીધું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
વિમાન જ્યારે રનવે પર ઉડાન ભરવા માટે દોડી રહ્યું હતું, ત્યારે અચાનક લેફ્ટ લેન્ડિંગ ગિયરમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાયો હતો. પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઇમરજન્સી બ્રેક લગાવી ટેક-ઓફ રદ કર્યું હતું. વિમાનમાં કુલ ૨૩૨ લોકો સવાર હતા, જેમને તાત્કાલિક બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.વિમાનના તમામ ૭ ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડર (સીડી) દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ અફરાતફરીમાં ૪ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૩ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના ૨૨૭ મુસાફરોને સુરક્ષિત રીતે રિસેપ્શન સેન્ટરમાં ખસેડાયા છે.ઘટનાની જાણ થતા જ ફાયર ટેન્ડરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડાયલ દ્વારા ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર અને મલ્ટી એજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાની આશંકા સેવાઈ રહી છે, જાેકે ડ્ઢય્ઝ્રછ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.