ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
12, જુલાઈ 2022

વડોદરા, તા.૧૧

વડોદરા શહેર-જિલ્લામાં રવિવારે ઘોઘમાર વરસાદ બાદ આજે વરસાદનુ જાેર ઘટતા તંત્રએ થોડી રાહત અનુભવી હતી.જાેકે, દિવસ દરમિયાન વાદળીયા માહોલ વચ્ચે છુટાછવાયા ઝાપટા જારી રહ્યા હતા.વડોદરા જિલ્લામાં આજે સર્વાઘિક બે ઈંચ જેટલો વરસાદ ડભોઈ તાલુકામાં થયો હતો.જાેકે, આગામી તા.૧૫મી સુઘી ભારે વરસાદની આગાહી હોંવાથી તંત્રને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.

વડોદરા શહેર જિલ્લામાં આજે સવાર થી તમામ તાલુકાઓમાં છુટોછવાયો હળવો વરસાદ થયો હતો.જાેકે, સાંજના સમયે કરજણ,ડભોઈમાં ઘોઘમાર વરસાદ થયો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુઘી વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ૩૫ મી.મી., ડભોઈ તાલુકામાં ૪૩ મી.મી, વડોદરામાં ૦૭ મી.મી., વાઘોડિયા તાલુકામાં ૨૪ મી.મી., તેમજ શિનોર તાલુકામાં ૨૨ મી.મી. વરસાદ થયો હતો.જ્યારે ડેસર અને સાવલી તાલુકામાં મેઘરાજાએ વિરામ પાળ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૫ જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્ય કરી રહ્યું છે અને ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નાગરિકોએ શું પગલાં લેવાં તે માટેની સૂચનાઓ બહાર પાડી છે.આ આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પ્રકારના જરૂરી પગલાં જેવાં કે જરૂરી ઓક્સિજન, દવાઓ અને ડિઝલનો જથ્થો પૂરતાં પ્રમાણમાં રાખવાં તંત્રવાહકોને સૂચના આપી છે.

આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે.જેમાં વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું. નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી,વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાનમાં રહેવાનું પસંદ કરો. કોઈ પણ આકસ્મિક ઘટનામાં ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. ડેમ, નદી, કે દરિયા કિનારે ફરવા નહી જવાની સુચના આપી છે. વરસતા વરસાદ વચ્ચે આજે પણ શહેરમાં પાંચ જેટલા સ્થળે વૃક્ષો ઘરાશાયી થવાના બનાવો બન્યા હતા.જાેકે,સદ્‌નસીબે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution