દરેક ઘરની રસોઈમાં રહેતો સસ્તો લીમડો વજન ઘટાડવા માટેનો સૌથી અસરકારક ઉપાય ગણવામાં આવે છે. વજન ઘટાડવા માટે ડાયટની રીતે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં જે ગુણ છે તે વજન ઘટાડવામાં તમારી મદદ કરશે. આ પાન તમારું વજન ઘટાડવાની સાથે સાથે તમને ડાયાબિટીસની સમસ્યા, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. પેટની ચરબીની સાથે ફેટ ઘટાડવા માટે આ ખાસ રીતે તેનું સેવન લાભદાયી રહે છે. તો જાણી લો ખાસ રીત. રોજ 5-6 લીમડાના પાન લો.

તેને સારી રીતે ધોઈને સાફ કરો. તેને સવારે ખાલી પેટે ચાવી જાઓ. થોડા દિવસ સુધી આ કામ કરવાથી સારું પરિણામ મળી શકે છે. તમે આ લીમડાના પાનની ચા બનાવીને તેને પણ ઉપયોગમાં લઈ શકો છો.  સારા મેટાબોલિઝમ અને સારી ડાયજેસ્ટ સિસ્ટમની મદદથી વેટ લોસમાં મદદ મળે છે. શરીરનું મેટાબોલિઝમ ફાસ્ટ હશે તો ડાયજેશન એટલે કે પાચન ક્રિયા પણ સારી રહેશે. લીમડાના પાન ખાવાથી પાચન શક્તિ વધે છે અને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. અનેક ફાયદાની સાથે શરીરને ડિટોક્સ કરવામાં પણ લાભદાયી છે.

શરીર અંદરથી સાફ નહીં હોય તો વજન ઘટાડવાનું મુશ્કેલ બને છે. એવામાં લીમડાના પાનની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે.  લીમડામાં એન્ટી ઓબેસિટી અને લિપિડ ઘટાડનારા ગુણ છે. જેનાથી તે વજન તો ઝડપથી ઘટાડે છે પણ સાથે પેટની ચરબી ઘટાડવામાં અને શરીરની એકસ્ટ્રા ફેટને ઘટાડવામાં ફાયદો કરે છે.