દિલ્હી-

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યું થયા અને કેટલાની નોકરી ગઇ. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં શાયરીનો સહરો લીધો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે 'તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઇ? હા મગર દુખ હે સરકાર પે અસર ના હુઇ, ઉનકા મરના દેખા જમાનેને, એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઇ.' કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રવાસી શ્રમિકોના મૃત્યુંને લઇને આકરા પ્રહાર કર્યાં છે. મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યું થયાં અને કેટલાની નોકરી ગઇ. 

તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઇ?

હા મગર દુખ હે સરકાર પે અસર ના હુઇ,

ઉનકા મરના દેખા જમાનેને,

એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઇ.'

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટ પછી જ્યારે દેશમાં લોકડાઉન લગાવામાં આવ્યું હતું, ત્યારે પ્રવાસી શ્રમિકોપર તેની ઘણી અસર થઇ હતી. લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો દૂર રોડ પર હતા. આ દરમિયાન ઘણાના મૃત્યુંના સમાચાર સામે આવ્યાં હતા.