કાબુલ-

અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનામાં સામેલ કેટલાક સભ્યોનાં નામ જાહેર કરાયા છે. મુલ્લા હસન અખુંદઝાદા સરકારના વડા હશે. અખુંદઝાદાની આગેવાનીમાં રચાનારી આ સરકારમાં મુલ્લા યાકુબ રક્ષામંત્રી હશે અને સિરાજ હક્કાની ગૃહમંત્રી હશે. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું છે કે આ એક કામચલાઉ વ્યવસ્થા છે. તેમણે કહ્યું, "આગળ આખી સરકારની રચવાની યોજના પર કામ થશે." આ યોજના પાર પડે ત્યાં સુધી હબીબુલ્લાહ અખુંદઝાદા મંત્રીમંડળના સંરક્ષક હશે એવું પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે તાલિબાને 15 ઑગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો હતો. એ બાદ ગત કેટલાક દિવસોથી તાલિબાન સરકારની રચનામાં જોતરાયું હતું. અહેવાલ મુજબ હિબતુલ્લા અખુંજાદાએ પોર્ટલ મુલ્લા મોહમ્મદ હસન અખુંદને રઈસ-એ-જમહૂર, રઈસ-ફૂલ-વજારા અથવા અફઘાનિસ્તાનના નવા પ્રમુખના રૂપમાં પ્રસ્તાવિત કર્યા છે. અનેક તાલિબાની નેતાઓ સાથે વાત કરતા દરમ્યાન તમામે મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નામ પર સહમતી થયાનો દાવો કર્યો છે. મુલ્લા મોહમ્મદ હસન અખુંડ હાલમાં તાલિબાનની શક્તિશાળી નિર્ણય લેતી સંસ્થા રાહબારી શૂરા અથવા લીડરશીપ કાઉન્સિલના વડા છે. તે તાલિબાનના જન્મસ્થળ કંદહારનો છે. અખુંડ તાલિબાન ચળવળના સ્થાપકોમાંનો એક છે.