લોકસત્તા ડેસ્ક-

ભારતમા પહેલાના સમયમાં લોકો દાતણથી બ્રશ કરતા હતા, પરંતુ સમય જતા જતા દાતણનુ ચલણ લુપ્ત થતુ ગયુ છે. ગ્રામ્ય વિસ્તારમાં હજી દાતણનુ ચલણ જોઈ શકાય છે, અને એમાં પણ લીમડાના દાતણનુ મહત્વ ધણુ છે, તે આયુર્વેદિક ઔષધિ ગણાતી હોવાથી તેમા દાંતને મજબૂત અને સુરક્ષિત રાખવાના ગુણો રહેલા છે. પરંતુ શહેરોમાં રહેનારા મોટાભાગના લોકો તો દાતણને ભુલી જ ગયાછે. હવે તો દાતણ એટલે શું એ પણ લોકો ભુલી ગયા છે, જેનાથી રોજ સવારે બ્રશ કરવામાં આવતુ હતુ.  સામાન્ય રીતે ભારતમાં હજી પણ પાંચેક રૂપિયામાં એક નંગ દાતણ મળી જતુ હોય છે.

ભારતના દાતણનુ અમેરિકામાં હવે વેચાણ શરૂ થયુ છે.  અમેરિકામાં ભારતના યોગની બોલબાલા વધી જ છે ત્યારે તેની સાથે દાતણના વેચાણની શરૂઆત પણ આશ્ચર્યજનક લાગે છે. મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાની એક ઈ કોમર્સ વેબસાઈટે 1800 રૂપિયામાં લીમડાનુ એક નંગ દાતણનુ વેચવાનુ શરૂ કર્યુ છે. દાતણ વેચનાર કંપની લીમડાના દાતણના ફાયદા પણ ગણાવી રહી છે. હાલમાં અમેરિકામાં દાતણને કેમિકલ મુક્ત એક ઓર્ગેનિક પ્રોડકટ તરીકે જોવામાં આવી રહ્યુ છે.